Home> Entertainment
Advertisement
Prev
Next

'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નું નિધન થયું છે. 'સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ'(Yeh Rishta Kya Kehlata Hai)માં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી. દિવ્યા કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલ (SRV Hospital)માં એડમિટ કરવામાં આવી હતી. 

'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી

નવી દિલ્હી: ટીવી ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નું નિધન થયું છે. 'સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ'(Yeh Rishta Kya Kehlata Hai)માં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી. દિવ્યા કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલ (SRV Hospital)માં એડમિટ કરવામાં આવી હતી. 

fallbacks

દેવોલીના ભટ્ટાચાર્યે જતાવ્યો શોક
દિવ્યા ભટનાગરના નિધન પર સાથ નિભાના સાથિયા ફેમ દેવોલીના ભટ્ટાચાર્યે શોક વ્યક્ત કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે જ્યારે કોઈ કોઈની સાથે નથી હોતું ત્યારે બસ તું જ હતી. દિવુ તુ મારી પોતાની હતી, જેને હું વઢી શકતી હતી. રિસામણા લઈ શકતી હતી, દિલની વાત કરી શકતી હતી. મને ખબર છે કે તારું જીવન ખુબ મુશ્કેલીઓથી ભરેલુ હતું. તકલીફો વેઠવા લાયક ન હતી, પણ આજે મને ખબર છે કે તું એક સારી જગ્યાએ છે, તમામ તકલીફોથી દૂર. હું તને યાદ કરીશ દિવુ. તને ખબર હતી કે હું તને ઈચ્છતી હતી અને પ્રેમ કરતી હતી. તુ મોટી હતી પણ બાળકી પણ તુ જહતી. તારા આત્માને ભગવાન શાંતિ આપે. તું જ્યાં પણ હોય બસ ખુશ રહે. તું હંમેશા યાદ આવીશ. આઈ લવ યુ. તુ બહુ જલદી જતી રહી. 

અનેક દિવસોથી દિવ્યાની હાલાત ગંભીર હતી
દિવ્યાની તબિયત કેટલાક દિવસોથી ગંભીર હતી. તેનું ઓક્સીજન લેવલ ઓછું થઈ રહ્યું હતું. જેના કારણે તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી. અત્રે જણાવવાનું કે અભિનેત્રી દિવ્યા ભટનાગરે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને એક વીડિયોનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું. કે હાય...મારી ઈન્સ્ટાગ્રામ ફેમિલી. મારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમને બધાને પ્રેમ કરું છું. 

આજે સવારે થયું નિધન
દિવ્યાના એક મિત્રએ સ્પોટબોય સાથે વાતચીતમાં જણાવ્યું કે દિવ્યાનું નિધન આજે સવારે 3 વાગે થયું. દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાતે અચાનક 2 વાગે તેની તબિયત વધુ બગડી. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. ત્યારબાદ 3 વાગે ડોક્ટરોએ જણાવ્યું કે દિવ્યા હવે આ દુનિયામાં નથી. આ ખબર મારા અને દિવ્યાના પરિવાર માટે મોટો આઘાત છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે. 

હાલ બે શોમાં કામ કરતી હતી દિવ્યા
અત્રે જણાવવાનું કે ગત વર્ષ ડિસેમ્બરમાં દિવ્યાએ ગગન નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. ગગન પણ અનેક ટીવી શો સાથે જોડાયેલો છે. જો કે ગગન અને દિવ્યા હાલ એક બીજા સાથે નહતા રહેતા. આ બંને વચ્ચે અણબનના અહેવાલો હતા. દિવ્યાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીના લગ્નમાં અનેક સમસ્યાઓ હતી. આ જ કારણે તે ખુબ પરેશાન હતી. દિવ્યા ભટનાગર 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઉપરાંત ટીવી શો 'તેરા યાર હૂં મેં' મા પણ કામ કરતી હતી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More